ગાયો માટે દાન

શ્રી હરી ગૌસેવા ટ્રસ્ટ - ખીમરાણા તમારું ભાવભર્યું સ્વાગત કરે છે

શ્રી હરી ગોકુલેશ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ - ખીમરાણા આપનું સ્વાગત કરે છે. આ ગૌશાળા જામનગર શહેર થી ૧૫ કી.મી. દુર આવેલ છે. શ્રી હરી ગોકુલેશ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ખીમરાણા ગામ ના લોકો ના સહકાર થી શરુ કરેલ છે જેની સ્થાપના જુન ૨૦૧૧ થી કરેલ છે.

આ ગૌશાળા માં ગાયોને દરરોજ ઘાંસચારો તથા નીરણ નાખવામાં આવે છે તથા અપંગ અને ખોડખાપણ વાળી ગાયોની સેવા કરવામાં આવે છે અને તેમના રખરખાવ અંગે પૂરી કાળજી લેવામાં આવે છે.

શ્રી હરી ગોકુલેશ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, એ સરકાર માન્ય રજીસ્ટર છે જેનો નોંધણી નંબર ઈ-૩૩૯૩- જામનગર છે